मुख्य सामग्री पर जाएं
गुजरात

અમદાવાદમાં વાવાઝોડું: 40 કિમીની ઝડપે પવન, 16 વૃક્ષો ધરાશાયી, હવામાન વિભાગની ચેતવણી

Satish Patel
Satish Patel
19 March 2026, 06:48 PM · 1 मिनट पढ़ें · 3 बार देखा गया
અમદાવાદમાં વાવાઝોડું: 40 કિમીની ઝડપે પવન, 16 વૃક્ષો ધરાશાયી, હવામાન વિભાગની ચેતવણી

અમદાવાદમાં તોફાની પવન અને વરસાદ: અમદાવાદમાં આજે બપોર પછી અચાનક હવામાન બદલાયું અને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. જેના કારણે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

શહેરના અનેક વિસ્તારોમાં માવઠું: અમદાવાદના એસ.જી. હાઈવે, મકરબા, સેટેલાઇટ, બોપલ, રામદેવનગર, પ્રહલાદનગર, વેજલપુર, સરખેજ, વિસલપુર, સનાથલ, કાશિન્દ્રા અને શાંતિપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. ઓફિસેથી ઘરે જતી વખતે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વૃક્ષો ધરાશાયી: ભારે પવનના કારણે સિંધુભવન રોડ સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરમાં કુલ 16 વૃક્ષો પડવાની ઘટનાઓ બની હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી રસ્તા પરથી વૃક્ષો હટાવ્યા હતા.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં વધુ અસર: સૌથી વધુ અસર ઉત્તર-પશ્ચિમ ઝોનમાં થઈ છે, જ્યાં ગોદરેજ ગાર્ડન સિટી, ટાઈમ સ્ક્વેર ચાર રસ્તા અને ઝાયડસ રોડ જેવા વિસ્તારોમાં નવ જેટલા વૃક્ષો પડ્યા હતા.

7 જિલ્લામાં રેડ એલર્ટ: હવામાન વિભાગે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

મંદિરનો મંડપ વીજ લાઈન પર પડ્યો: બાવળા-સરખેજ હાઈવે પર સરી ગામ પાસે એક મંદિરનો મંડપ પવનના કારણે હવામાં ઉડીને વીજ લાઈન પર પડ્યો હતો. સદનસીબે આધુનિક ટેકનોલોજીના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

संबंधित समाचार