मुख्य सामग्री पर जाएं
गुजरात

જેતપુર: મહિલાનું અપહરણ કરી 6 લોકો દ્વારા ગેંગરેપ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Satish Patel
Satish Patel
19 March 2026, 09:17 PM · 1 मिनट पढ़ें · 11 बार देखा गया
જેતપુર: મહિલાનું અપહરણ કરી 6 લોકો દ્વારા ગેંગરેપ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જૂનાગઢ: જેતપુર પંથકમાં એક મહિલાનું અપહરણ કરી 6 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, જેતપુર પંથકમાં રહેતી એક પરિણીત મહિલા કેટરિંગનું કામ કરે છે. તેણીને મોણવેલના મુન્ના ભરવાડ સાથે પરિચય હતો. ગત 12 તારીખે મહિલા વિસાવદર આવી હતી, જ્યાં મુન્નો અને તેના એક સાગરીતે તેને બાઇક પર બેસાડી ધારી તાલુકાના મોણવેલની સીમમાં લઇ ગયા હતા.

ત્યાં મુન્ના ભરવાડ અને અન્ય ચાર અજાણ્યા શખ્સોએ મહિલાને ગોંધી રાખીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે મુન્ના ભરવાડ સહિત 6 લોકો સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ ઘટના અંગે એસ.સી.-એસ.ટી. સેલના ઇન્ચાર્જ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ તપાસ હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ થયા બાદ તમામ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની ઓળખ પરેડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

संबंधित समाचार