मुख्य सामग्री पर जाएं
गुजरात

સુરત પાલિકા: ટર્મના અંતિમ દિવસે શુભેચ્છકોનો મેળાવડો, મહિલા કોર્પોરેટરો ભાવુક

Satish Patel
Satish Patel
19 March 2026, 09:15 PM · 1 मिनट पढ़ें · 2 बार देखा गया
સુરત પાલિકા: ટર્મના અંતિમ દિવસે શુભેચ્છકોનો મેળાવડો, મહિલા કોર્પોરેટરો ભાવુક

સુરત મહાનગરપાલિકાના વર્ષ 2021 ની ચૂંટણીમાં ચૂંટાયેલા કોર્પોરેટરોની ટર્મ ગઈકાલે પૂરી થઈ. આ છેલ્લો દિવસ કોર્પોરેટરો અને હોદ્દેદારો માટે ઉત્સાહથી ભરેલો રહ્યો. બપોર પછી પાલિકાના હોદ્દેદારો, સમિતિના અધ્યક્ષો અને કોર્પોરેટરોને મળવા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, જેના કારણે પાલિકા કચેરી હાઉસફુલ જેવી થઈ ગઈ હતી.

સામાન્ય રીતે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ જેવા પદો પર નિમણૂક થાય ત્યારે શુભેચ્છકો ઉમટે છે. પરંતુ સુરત પાલિકામાં ટર્મ પૂરી થવાના અંતિમ દિવસે પણ શુભેચ્છકોનો ધસારો જોવા મળ્યો. જાણે હોદ્દેદારો આજે જ હોદ્દો ગ્રહણ કરી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.

ચૂંટાયેલા કોર્પોરેટરો, સમિતિના અધ્યક્ષો અને પદાધિકારીઓને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને આગામી ટર્મમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. પદાધિકારીઓએ શુભેચ્છકો માટે નાસ્તા-ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. અનેક મહિલા કોર્પોરેટરો ટર્મના અંતિમ દિવસે ભાવુક થઈને રડી પડી હતી.

संबंधित समाचार