मुख्य सामग्री पर जाएं
गुजरात

રાજ્યના નિકાસકારોને ઝટકો: યુદ્ધના કારણે વિદેશી બંદરો પર કન્ટેનરો ફસાયા

Satish Patel
Satish Patel
19 March 2026, 09:15 PM · 1 मिनट पढ़ें · 2 बार देखा गया
રાજ્યના નિકાસકારોને ઝટકો: યુદ્ધના કારણે વિદેશી બંદરો પર કન્ટેનરો ફસાયા

અમેરિકા-ઇઝરાયેલ-ઇરાનના યુદ્ધની અસર: નિકાસકારોને મોટું નુકસાન

રાજ્યભરના નિકાસકારો માટે ખરાબ સમાચાર છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે અનેક નિકાસકારોના કન્ટેનરો વિદેશી બંદરો પર ફસાઈ ગયા છે. આ કન્ટેનરોમાં બિલ્ડિંગ મટિરિયલ્સ, એન્જિનિયરિંગ પાર્ટ્સ અને શાકભાજી સહિતનો સામાન છે, જે વિદેશી બંદરો પર ફસાઈ જવાથી નિકાસકારોને મોટું નુકસાન થઈ રહ્યું છે.

પોરબંદર સહિત રાજ્યના નિકાસકારોના કરોડો રૂપિયાના કન્ટેનરો વિદેશી બંદરો પર ફસાઈ જવાથી ઉત્પાદકો અને નિકાસકારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેને નાણામંત્રીને પત્ર લખીને બેન્ક ક્રેડિટ અને ઈપીસીમાં વ્યાજની રાહત આપવાની માંગણી કરી છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે મદદ માંગી છે.

પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેને કેન્દ્રીય નાણામંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે યુદ્ધના કારણે પોરબંદર સહિત રાજ્યના નિકાસકારોના અનેક કન્ટેનરો વિદેશી બંદરો પર ફસાઈ ગયા છે અને કારોબાર ઠપ થઈ ગયો છે. કેટલાક કન્ટેનરોમાં માછલી, શાકભાજી અને ખાદ્ય ખોરાકી વસ્તુઓ છે, જે બગડી જવાની અણી પર છે. આ ઉપરાંત, એન્જિનિયરિંગ પાર્ટ્સ, બિલ્ડિંગ મટિરિયલ્સ અને જુદી જુદી ખનીજો પણ ફસાયેલા માલમાં સામેલ છે.

વર્તમાન પરિસ્થિતિમાં ગેસ આધારિત અનેક યુનિટો બંધ થઈ ગયા છે અને અનેક પ્લાન્ટને તાળા લાગી ગયા છે. ટર્નઓવરમાં વિક્ષેપ પડવાથી આર્થિક સમસ્યાઓ વધી રહી છે. આ યુદ્ધ કેટલા દિવસ ચાલશે તે નક્કી નથી અને યુદ્ધ પૂર્ણ થયા પછી આ માલ કેટલા દિવસે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચશે તે પણ નક્કી નથી. જેના કારણે નિકાસકારોના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે અને તેમની ધંધાકીય આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે.

संबंधित समाचार